Wednesday, 24 August 2016

Pagal Thi karvo pyar tamaru gaju nathi gujarati lyrics

પાગલ થી  કરવો પ્યાર તમારુ ગજુ નથી
જીવન થશે ખુવાર તમારુ ગજુ નથી

તજવા તમારા દ્વાર તમારું ગજું  નથી
તલવાર ની છે ઘાર તમારું ગજું નથી

એ તો અમે  તજીને ધરા આવીએ ગગન
થવુ એહદ ની બાર તમારું ગજું નથી

રેવાદો પક્ષ લેવો અમારો ભલા થઈ
દુશ્મન થશે હજાર તમારુ ગજુ નથી

'નાઝીર' ની જેમ હસ્તી મીટાવી નહી શકો
કરજો નહી કરાર તમારું ગજું નથી.

Monday, 1 August 2016

ઈતના ભેદ ગુરુ હમકો બતા દો

ઈતના ભેદ ગુરુ હમકો બતા દો
સમજ પકડ ગુરુ મોરી બંયા રે
જમીન કા ગુરુ ચુલા રે બનાયા, આસમાન તવા રે બનાયા હો જી
ચાર ચાર જુગ કી લકડી જલાઇ, ધુવા એના કહા પે સમાયા હો જી
ઈતના ભેદ ગુરુ હમકો બતા દો...
જલ કેરી મછીયા જલમે વિયાણી, ઈંડા એના કહા પે સમાયા હો જી
ઈ રે ઈંડા મા છીંડા રે નોતા, પવન એમા કહા સે સમાયા હો જી
ઈતના ભેદ ગુરુ હમકો બતા દો...
ગગન મંડળ મે ગવા રે વિયાણી, ગોરસ એના અઘર જમાયા હો જી
સબ સંત મીલકે ભયા રે વલોણા, માખણ કોઇ વિરલે પાયા હો જી
ઈતના ભેદ ગુરુ હમકો બતા દો...
શુન શીખર પર ભમર ગુફા મે, આસન એને અધર લગાયા હો જી
કહત કબીર સુનો ભાઈ સાધુ, જાગ્યા સોય નર પાયા હો જીઈતના ભેદ ગુરુ હમકો બતા દો...